Friday, June 15, 2012

Vishwas GATHA

અચૂક વાંચવા અને માણવા જેવું...ખુબ જ સકારાત્મક અને પ્રેરણાત્મક વાર્તા :

"ભગવાન ઉપર ૧૦૦ %નો વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો શું થઇ શકે !"

=========================================

નવ પરણેલું દંપતી એક સરોવરમાંથી નાની હોડીમાં બેસીને ઘર તરફ આવતું હતું. અચાનક જ એક મોટું તુફાન આવે છે. પતિતો સૈનિક હતો પરંતુ તુફાન એટલું ભયંકર હતું કે પત્નીએ તો આશા જ છોડી દીધેલી હતી કારણકે હોળી એકદમ જ નાની હતી અને તુફાન બહુ ભયંકર હતું.

કોઈ પણ ક્ષણે બંને જણ ડૂબી જાય તેમ જ હતા, છતાં પતિ તો શાંતિથી જરા પણ ડર્યા વગર બિન્દાસ બેઠો હતો. પત્નીએ ગભરાતા ગભરાતા કહ્યું કે તમને ડર નથી લાગતો ? કદાચ આ આપણા જીવનની અંતિમ ક્ષણ હશે. સામે કાંઠે પહોચવાની કોઈ આશા દેખાતી નથી. કોઈ ચમત્કાર જ આપણને બચાવી શકે, નહિ તો મોત નિશ્ચિત જ છે.

શું તમને ડર નથી લાગતો ? શું તમે પાગલ થઇ ગયા છો કે ? કેમ આમ પથ્થરની જેમ વર્તી રહ્યા છો ?
પતિ ધીમે થી હસ્યો અને તેની પાસે પડેલી તલવાર હાથમાં લઇ તે પત્નીની નજીક ગયો.

પત્નીતો વધુ આશ્ચર્ય ચકિત થઈને મુંઝાવા લાગી કે તે શું કરી રહ્યા છે !
પતિએ તે ખુલ્લી તલવાર પત્નીની ગરદન પર મૂકી અને ગરદનની અડોઅડ નજીક રાખી.

પતિએ કહ્યું કે તને ડર ના લાગ્યો ?

પત્ની હસવા લાગી અને બોલી, “ તમારા હાથમાં તલવાર હોય તો મને ડર ના જ લાગે ને !” હું જાણું છું કે તમે મને બહુ જ બધો પ્રેમ કરો છો.

પતિએ તલવાર પછી લઈને કહ્યું કે આજ મારો પણ જવાબ છે.

હું જાણું છું કે મારો ભગવાન મને પ્રેમ કરે છે અને આ તુફાનની દોર તેના હાથમાં જ છે.

એટલે મને વિશ્વાસ છે કે જે કઈ પણ થશે તે સારા માટે જ થશે...

મોરલ :
====

ભગવાન પર જો આવો વિશ્વાસ હોય તો આ સંસાર સાગરમાં આવતી ગમે તેવી મુશ્કેલીનો સામનો થઇ શકે.

Saturday, May 5, 2012

True Story:- 1 din 1 18 saal ki ladki ne apne lover se puchha-"aap mujhe mere 20th birthday pe kya dene wale ho???" uske lover ne kaha " abi bohat time hai tumhre 20th birthday ko,birthday to ane do.." jab ladki k 20th birthday ko 3 din reh gaye the..Tab achanak wo behosh ho gai aur use hospital le jaya gaya..!! Doctor check karke bahar aya aur uski family ko bataya ki uske dil me 1 hole hai...Jiski waza se wo sayad mar jaayegi....:( ladki hospital k bad pe leti hui thi usne apne lover se pucha "jaanu mai marne wali hu na..???:( Uske lover ne kaha "nahi tum jinda rahogi" Ye sun kar ladki rone lagi usne kaha aap itne wiswaas se keise keh sakte ho??? Uske lover ne darwaze ki taraf mud k kaha kyu ki mujhe malum hai.... Agle din wo 20 saal ki ho gyi,use hospital se discharge kar diya gaya..aur wo ghar aa gai.. Ghar pe use 1 letter mila jisme likha tha "Meri jaanu agar tum ye pad rahi ho to sab kuch thik hua hoga jaisa maine kaha tha " sayad tumhe yaad hoga,tumne 1 din kaha tha ki mai tumhe kya dunga tumhre 20th birthday par...Lekin tab me ni janta tha k kya girf best hoga tumre lea.. Magar ab mai tumhe best gift de ja raha hu"mera dil"..(uske lover ne use apna dil donate kiya tha.) Saccha pyar abi bhi jinda hai bus trust ki jarurat hai........... >>>

Thursday, May 3, 2012

The Gujarati Person in Heaven

એક ગુજરાતી ગુજરી ગયો. યમનાં દૂત પોતાના ખાસ વિમાનમાં આવીને જીવ લઇ ગયા.

જન્મનાં સાઇઠ વરસ બાદ છેક મૃત્યુ પછી હવાઇ સફરનો લાભ મેળવવામાં સફળ થયેલો ગુજરાતી ચિત્રગુપ્તની ઓફિસમાં રજૂ થયો. મેં સાંભળ્યું છે કે હવે ઉપર પણ બધો વહીવટ કમ્પ્યુટરાઇઝ્ડ થઇ ગયો છે અને ચિત્રગુપ્ત હવે દર દિવાળીએ ચોપડાને બદલે કમ્પ્યુટર ઉપર ચાંદલા કરે છે.

ચિત્રગુપ્તે ગુજરાતીનું ગુપ્ત ચિત્ર જોવાં માટે કમ્પ્યુટર ઓન કર્યું.

પ્રથમ ગુજરાતીનાં પુણ્યની એન્ટ્રી તપાસીને કહ્યું કે તમે તો ઘણાં પુણ્ય
કર્યાં છે. આ સાંભળી હરખાઇ ગયેલો ગુજરાતી બોલ્યો કે ચિત્રગુપ્તભાઇ, પુણ્ય તો કરવા જ પડે ને ? અમે ગુજરાતીઓ દરરોજ કરતાં વધારે જમીને ઉપવાસ કરીએ છીએ. ત્રણ ટંક જેટલું એક જ ટંકમાં આરોગીને એકટાણાં કરીએ છીએ. વ્યથાની વાતા કરતાં-કરતાં કથા સાંભળીએ છીએ અને વરસમાં એકાદ વખત હનીમૂન કરવા નીકળ્યાં હોય એ રીતે તીર્થયાત્રા પણ કરીએ છીએ.

ત્યાર બાદ ચિત્રગુપ્તે ગુજરાતીનાં પાપની એન્ટ્રીઓ ચેક કરીને કહ્યું કે
તમે પાપ કરવામાં પણ પાછું વળીને જોયું નથી. આ સાંભળીને થોથવાઇ ગયેલો ગુજરાતી બોલ્યો કે અમને જન્મથી જ ડરાવવામાં આવે છે કે જો પાપ કરશો તો નર્કમાં જશો એટલે અમે જાણીબૂઝીને ક્યારેય પાપ કરતા જ નથી. હું એમ કહેતો નથી કે તમે ખોટું બોલો છો, મારાથી જે કાંઇ પાપ થઇ ગયા છે એ ભૂલથી થયા હશે.

એટલે ચિત્રગુપ્ત બોલ્યા કે તમે ગુજરાતીઓ એક્સક્યુઝ શોધવામાં એક્સપર્ટ છો. મને બરાબર ખબર છે કે તમે પાણી ઉકાળીને પીઓ છો અને લોહી જેમનું તેમ પીઓ છો. આખો દિવસ અહિંસાને ધર્મ માનીને જીવો છો અને રાત્રે ઘરમાં હોય એટલા મચ્છર મારીને ઘસઘસાટ ઊંઘી જાઓ છો. ચંદ્રકાંત બક્ષી નામનાં એક લેખક અહીં આવ્યા ત્યારે મને કહેતા હતા કે ગુજરાતી પુરુષો ઓફિસમાં સેક્સની વાતો કરે છે અને બેડરૂમમાં ટેક્સની વાતો કરે છે. ગુજરાતી એવી વેપારી પ્રજા છે કે એને નામાનાં ચોપડામાં રસ છે એટલો સાહિત્યની ચોપડીમાં રસ નથી.

આ સાંભળી ગુજરાતી બોલ્યો કે રૂપિયા એટલે લક્ષ્મી અને લક્ષ્મી એટલે
માતાજી, લક્ષ્મીજી પ્રત્યેના અમારા અહોભાવને અમારો સદગુણ ગણવો જોઇએ. આ સદગુણના કારણે તો અમે ગુજરાતીઓ વિશ્વનાં તમામ દેશના નાનામાં નાના ગામ સુધી પહોંચી ગયા છીએ અને અક્કલ અને હોશિયારીથી સામ્રાજ્ય ઊભાં કરીને લક્ષ્મીજીની કૃપા મેળવવામાં સફળ થયા છીએ. એટલે ચિત્રગુપ્તે તરત જ કહ્યું કે તેં પાપથી ડરીને પુણ્ય કર્યા છે અને પુણ્ય પામવા માટે પાપ કર્યા છે.

આમ પાપ અને પુણ્ય બંને કર્યા છે, માટે થોડાં વરસ સ્વર્ગમાં રહેવા દઇશ અને થોડા વરસ નર્કમાં પણ રહેવું પડશે. પૃથ્વી ઉપર દરરોજ બપોરે થાળી ભરીને દાળ-ભાત ખાધાં પછી બે કલાક સુધીની દીર્ઘ વામકુક્ષી કરનાર માટલા જેવી ફાંદના માલિકે સીધો સવાલ કર્યો કે હું મારા સ્વર્ગનો લાભ રાજીખુશીથી જતો કરવા તૈયાર છું. તમે નર્કની સજા માફ કરતાં હો તો.

ગુજરાતીની શરતી વાણી સાંભળીને ચિત્રગુપ્તને પરસેવો છૂટી ગયો કારણ આવો અઘરો જીવ આ અગાઉ કોઇ આવ્યો નહોતો. ચિત્રગુપ્તે પૂછ્યું કે તને સ્વર્ગ પણ ન આપું અને નર્ક પણ ન આપું તો હું શું આપું?
ત્યારે ગુજરાતી બોલ્યો કે સ્વર્ગ અને નર્કનો રસ્તો જ્યાં મળે છે તે ચોકમાં દુકાન થાય તેટલી જગ્યા આપો !!!

Friday, April 20, 2012

મહેનતથી કરેલું કામ ક્યારેય તુચ્છ કે ખરાબ હોતું નથી – જીવતીજાગતી મિસાલ છે ‘ચમક’

મહેનતથી કરેલું કામ ક્યારેય તુચ્છ કે ખરાબ હોતું નથી. આની જીવતીજાગતી મિસાલ છે બેંગ્લુરુ સ્થિત કપડાં વોશ કરી આપતી ‘વિલેજ લોન્ડ્રી સર્વિસીસ’, જે ટૂંકમાં ‘ચમક’ નામે પણ ઓળખાય છે.
નામ: અક્ષય મહેરા
કંપની: વિલેજ લોન્ડ્રી સર્વિસ (ચમક)
અભ્યાસ: કોલકાતાની આઇ-આઇ-એમ માંથી ગ્રેજ્યુએટ
હોદ્દો: સીઇઓ
લક્ષ્ય: ૧૪૦૦ આઉટલેટ્સ સાથે વાર્ષિક ટર્નઓવર ૬૦ કરોડ રૂપિયા
વારંવાર આપણને સાંભળવા મળતું હોય છે કે આપણા દેશમાં બેકારીનું પ્રમાણ વધતું જાય છે. આનો અર્થ એવો નથી કે આપણા દેશમાં કામધંધાની તંગી છે. ઓછું ભણતર અને ઓછા મૂડીરોકાણથી પણ વેપાર તો થઇ જ શકે, પણ કદાચ આપણે લોકો જ તેને નાનું અથવા ઊતરતી કક્ષાનું કામ માનીને મોઢું મચકોડતા હોઇએ છીએ. એમ તો આપણી નજર સામે એવાંય કેટલાં બધાં ઉદાહરણ છે કે જેમણે વેપારક્ષેત્રે નવો ચીલો ચાતર્યો છે.
તેમની સફળતાનું કારણ વેપાર-ઉદ્યોગ પ્રત્યે તેમની અલગ વિચારસરણી જ કહી શકાય. મહેનતથી કરેલું કામ ક્યારેય તુચ્છ કે ખરાબ હોતું નથી. આની જીવતીજાગતી મિસાલ છે બેંગ્લુરુ સ્થિત કપડાં વોશ કરી આપતી ‘વિલેજ લોન્ડ્રી સર્વિસીસ’, જે ટૂંકમાં ‘ચમક’ નામે પણ ઓળખાય છે. આપણા દેશમાં કપડાં ધોવડાવવા પાછળ લોકો વર્ષે ૩,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચી કાઢે છે. બોલો, આ જાણીને તમારી આંખોય પહોળી થઇ ગઇ છે.
ભય અને ચિંતામાંથી જન્મી વિલેજ લોન્ડ્રી સર્વિસ
બીજો આંચકો તમને કદાચ એ જાણીને લાગશે કે ‘ચમક’ના સંસ્થાપક હરિ નાયર અને અક્ષય મહેરા એવા શિક્ષિત યુવાનો છે કે જેમણે ૨૪ વર્ષ સુધી એફએમસીજીના માર્કેટમાં મોટી જવાબદારી સંભાળી છે. વિલેજ લોન્ડ્રી સર્વિસીસના સીઇઓ અક્ષયે કોલકાતાની આઇઆઇએમમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. એક ઇન્ટરવ્યૂમાં અક્ષયે કહ્યું છે, ‘મારા જેવા ઘણા યુવાનોને મેં બેંગ્લુરુના આઇટી સેક્ટરમાં જોયા કે જેઓ સામાન્ય વાતે ખૂબ જ ચિંતાતુર હતા, મૂંઝવણમાં હતા. આ નાનકડી વાત એ હતી કે પાંચ દિવસ સતત કામમાં વ્યસ્ત રહ્યા બાદ રજાના દિવસે તેમણે પોતાનો ધોબીઘાટ કાઢવો પડતો.
આમ, રજા અને મજાના દિવસે પોતાનાં કપડાં ધોવાને કારણે રજાની મજા જ બગડી જાય છે. એમ તો આપણા દેશમાં ગલી-મહોલ્લામાં એક ધોબી અચૂક હોય જ છે કે જેઓ ઓછા રૂપિયામાં કપડાં ધોઇ પણ આપે ને પ્રેસ પણ કરી આપે, પણ મનમાં એ ડર તો રહે જ કે ક્યાંક મોંઘાં ને બ્રાન્ડેડ કપડાં તેમનાથી ખરાબ થઇ જશે તો! જોકે ડ્રાયકલીનર્સ છે, પણ તેઓ મોઢું ફાડીને રૂપિયા લે છે. આ અનુભવ પછી મેં રોડસાઇડના ધોબી અને ડ્રાયકલીનર્સ વચ્ચેની ખૂટતી કડી સાંધી. આખરે મેં સારો ડિટર્જન્ટ અને મોડર્ન મશીનોનો ઉપયોગ કરી વાજબી કિંમતે લોન્ડ્રીના આઉટલેટ્સ ખોલવાનો નિર્ણય લીધો. આ નિર્ણયને અમલમાં મૂકતાં જ ૨૦૦૮માં ‘વિલેજ લોન્ડ્રી સર્વિસ’ની સ્થાપના થઇ.
પ્રોફેશનલ ચમક
અક્ષય મહેરાએ ‘ઇન્નોસાઇટ વેન્ચર્સ એન્ડ કાલવર્ટ ઇન્વેસ્ટમેન્ટ’ દ્વારા મૂડી એકઠી કરી ફ્રેન્ચાઇઝીનું આઉટલેટ શૃંખલા ‘ચમક’ની સ્થાપના કરી. સામાન્ય ધોબી જે કામ કરે છે એ જ કામ કરવાની ‘ચમક’ની રીત તદ્દન પ્રોફેશનલ છે. એટલે કે કપડાં ધોવા માટે ફ્રન્ટ લોડિંગ વોશિંગ મશીન, વોટર એક્સટ્રેકટ્સ, ડ્રાયર્સ, ડ્રાયકલીનિંગ મશીન તેમ જ ફિનિશિંગ જેવાં ઉપકરણોનો ઉપયોગ કરે છે. વળી, કપડાં ધોવા માટે બિનહાનિકારક ડિટર્જન્ટ જ વાપરે છે.
એટલું ખરું કે ગલી-મહોલ્લાની લોન્ડ્રીઓ કરતાં ચમકનો દામ થોડો વધારે છે, પણ હાઈ એન્ડ ડ્રાયકલીનર્સ ઓછા ભાવે કરી આપે છે. ચમક નંગ દીઠ નહીં, પણ કિલોના ૬૦ રૂપિયાના ભાવે કિંમત વસૂલે છે. ૬૦ રૂપિયામાં અંદાજે ૧૦ શર્ટ-પેન્ટ ધોવાઇને ઇસ્ત્રીટાઇટ થઇ જાય. ગ્રાહકોને આવવા-જવાની ઝંઝટમાંથી મુક્તિ મળે એ માટે ચમક એસએમએસ અને મોબાઇલથી બિલિંગ કરે છે.
ચમક આઉટલેટ્સનો ફેલાવો કરવાની પણ અક્ષયે સારી રીત શોધી કાઢી છે. સૌ પ્રથમ તો ૬ બાય ૬ ફૂટનો આકાર હોવાથી આ આઉટલેટ ગમે ત્યાં ખોલી શકાય છે. જેમ ગલીમાં લોન્ડ્રીની દુકાન હોય છે. બિલકુલ એ જ રીતે ચમક આઉટલેટ્સને ફ્રેન્ચાઇઝીના આધારે વિસ્તારવામાં આવી છે. અક્ષય મહેરા અને તેમની ટીમ ઓછું ભણતર ધરાવતા યુવાનોને ટાર્ગેટ કરે છે, તેમને ટ્રેનિંગ આપે છે અને તેમની આઉટલેટ્સની કામ કરવાની રીત પર નિયમિત ધ્યાન આપે છે.
અક્ષયની કાર્ય કરવાની આ પદ્ધતિ જ તેમને સફળતા અપાવવામાં મદદરૂપ બની. આ જ કારણે એક વર્ષમાં અક્ષય મહેરાએ બેંગ્લુરુ અને મૈસૂરમાં બે ડઝન આઉટલેટ્સ ખોલ્યા. ગ્રાહકોનો રિસ્પોન્સ અને ફ્રેન્ચાઇઝીના આધારે ચમકનું સંચાલન કરવામાં રસ ધરાવતા યુવાનોની સંખ્યાના આધારે અક્ષયને એટલો તો ભરોસો છે કે ત્રણ વર્ષમાં દેશભરમાં ૧૦૦૦ કરતાં વધારે લોન્ડ્રીના આઉટલેટ્સ થઇ જશે.
અક્ષય મહેરાએ રોડ સાઇડ લોન્ડ્રીના વેપારથી યુવાનોને ઓછા મૂડીરોકાણે અને ઓછા ભણતરે સારી કમાણી કરવાનો મોડર્ન ઉપાય બતાવ્યો છે. ચમકનું સંચાલન કરતા મની, શંકર, સંવત, મંજુનાથ કહે છે કે પહેલાં તો તનતોડ મહેનત કરવા છતાં ઓછા પગારને કારણે દુ:ખી હતા, પણ આજે સારો પગાર મેળવીએ છીએ અને જે કારણે લોકો નાનું કે ઊતરતી કક્ષાનું માને છે એ કામ કરીને અમે માન પણ મેળવીએ છીએ.

કોમ્યુનીકેશનનું મહત્વ

એક ગામમાં એક ઝાડ નીચે એક સંત મહાત્મા બેઠા હતા, તેઓને આંખે અંધાપો હતો, તેથી જોઈ શકતા ના હતા,એક દિવસ એક વ્યક્તિ આવીને તેઓને પૂછે છે: ” એય બુઢ્ઢા થોડા સમય માં તે અહીંથી કોઈ વ્યક્તિ ને પસાર થતા જોઈ?”
મહાત્મા: ના ભલા માણસ. અહીંથી કોઈ પસાર થયું નથી, તે વ્યક્તિ ચાલ્યો જાય છે.થોડા સમય બાદ બીજી વ્યક્તિ આવીને પૂછે છે કે “હે સાધુ પુરુષ, શું તમે થોડા સમય પહેલા અહીંથી કોઈ વ્યક્તિને પસાર થતા જોઈ છે?”
મહાત્મા: નહિ, મેં નથી જોઈ, પરંતુ તમારા પહેલા પણ એક વ્યક્તિ આ પુછવા માટે આવ્યો હતો. તે વ્યક્તિ ચાલ્યો જાય છે.
થોડા સમય બાદ એક અન્ય વ્યક્તિ આવીને પૂછે છે કે: “હે સંત મહાત્મા શું આપે થોડા સમય પહેલા અહીંથી કોઈ ને પસાર થતા જોયા છે? “મહાત્મા: હા મહારાજ, થોડા સમય પહેલાજ અહીંથી તમારો સિપાહી અને ત્યારબાદ તમારો વજીર પસાર થયા છે.
તે વ્યક્તિ આશ્ચર્યચકિત થઇ જાય છે અને મહાત્માને પૂછે છે કે, હે સંત પુરુષ હું જાણું છું કે આપ જોઈ શકતા નથી તો પછી આપણે કેવી રીતે ખબર પડી કે હું આ રાજ્યનો રાજા છું અને થોડા સમય પહેલા મારો સિપાહી અને વજીર અહીંથી પસાર થાયછે?
મહાત્મા: સાચી વાત છે મહારાજ કે હું જોઈ નથી શકતો પરંતુ હું તેઓની ભાષા અને તે બોલવાની પદ્ધતિ પરથી તેઓને ઓળખી ગયો હતો, પહેલા જે વ્યક્તિ આવી તેમને ખુબજ ઉધ્દાતાઈ પૂર્વક વાત કરી અને ત્યારબાદ આવનાર વ્યક્તિએ નમ્રતાથી વાત કરી, પરંતુ તમે ખુબજ સૌજન્યતા પૂર્વક વાત કરી તેથી મેં આવું અનુમાન લગાવ્યું.
બોધપાઠ:
આપને માત્ર આપના બાહ્ય દેખાવ પરથીજ નથી ઓળખાતા પરંતુ આપનો આંતરિક દેખાવ, વાતચીત કરવાની કળા, વગેરે દ્વારા પણ આપણું વર્તન અને ચારિત્ર્ય નો અંદાજ લગાવી શકાય છે, આ જ તો છે કોમ્યુનીકેશનનું મહત્વ, હંમેશા કઈ પણ બોલતા પહેલા વિચાર કરો અને પછીજ બોલો. કારણકે કોમ્યુનીકેશન એટલે શું બોલવું, ક્યારે બોલવું, કેવીરીતે બોલવું અને ક્યારે મોઢું બંધ રાખવું.

જીંદગીમાં ઉતાવળ ન કરવા જેવી અગિયાર બાબતો કઈ ?

* સંબંધ બાંધવામાં ઉતાવળ ન કરશો અને સંબંધ તોડવામાં પણ ઉતાવળ ન કરવી સંબંધને ધીમે ધીમે વિકસવા દેવો.
* ક્રોધ કરવામાં કયારેય ઉતાવળ ન કરવી, લડાઈ- ઝઘડામાં પણ ઉતાવળ ન કરવી.
* કોઈ વિશે ઉતાવળે અભિપ્રાય ન બાંધવો કે ન જાહેર કરવો. ધીમે- ધીમે વ્યક્તિનું મૂલ્યાંકન કરતા રહેવું.
* ઉતાવળે વિશ્વાસ પણ ન કરવો અને ઉતાવળે શંકા કે અવિશ્વાસ પણ ન કરવો. અતિ વિશ્વાસ ખતરનાક પણ નીવડીશકે એટલે ધીરે ધીરે, અનુભવને આધારે વ્યક્તિને વિશ્વાસપાત્ર ગણવી.
* ઉતાવળે અમર બની જવાના ખ્વાબમાં ન રાચવું કે ઉતાવળે સાહસિકતા ન દાખવવી. સમસ્યા, સંજોગો, પરિસ્થિતિ, પરિબળો અને સાધનોનું મૂલ્યાંકન કરી નિર્ણય લેવો.
* સંજોગો વિપરીત હોય ત્યારે હંિમત હાર્યા સિવાય ધૈર્યપૂર્વક ઉચિત સમયની રાહ જોવી. બેબાકળા બનવું નહિ.
* કોઈએ કહેલી વાત ઉતાવળે સાચી માની લેવી નહીં. કોઈના પર ઉતાવળે કશો આક્ષેપ કરવો નહિ.
* પ્રેમ, મૈત્રી કે વિવાહમાં ઉતાવળ કરી પાછળથી પસ્તાવાનો વારો આવે એવી પરિસ્થિતિ ઉત્પન્ન ન થવા દેવી.
* ઉતાવળે કોઈને ગુરૂ ન બનાવવા કે ઉતાવળે કોઈના શિષ્ય ન બનવું
* કોઈ પ્રશંસા કરે એટલે ઉતાવળે ખુશ ન થવું કે ફૂલાઈ ન જવું પણ એવી પ્રશંસા કરવા પાછળનો ઉદ્દેશ તપાસી જવો.
* ઉતાવળે ન ખરીદી કરવી, ન વેચાણ કરવું, ઉતાવળે દેવું ન કરી બેસવું (વગર વિચાર્યે) ઉતાવળે ન કોઈને નોકરીએ રાખવો કે ઉતાવળે તેને જાકારો આપવો. ઉતાવળે ન પોલીસ ફરિયાદ કરવી કે ન ન્યાયાલયના દ્વાર ખટખટાવવા.
*જીંદગી મૂલ્યવાન છે, એને ઉતાવળે જીવી લેવાની લ્હાયમાં ધમપછાડા કરી જીંદગીની મૂલ્યવાન ક્ષણોને વેડફી દેનારને કોઈ શાણો કહે ખરું ?

Wednesday, April 11, 2012

Thursday, February 16, 2012

Famous item in gujarat

અમદાવાદલકીના મસ્કાબન, સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા, છત્રભૂજની સેન્ડવીચ, જશુબેનના પિઝા, વિજય અને જયભવાનીના વડાપાંવ, કર્ણાવતીની દાબેલી, મણીનગરના માસીની પાણીપૂરી, ગીતાની સમોસા-કચોરી, શંભૂની કોફી, દાસના ખમણ-સેવખમણી, લક્ષ્મીના ગાંઠિયા, આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી, જવેરવાડની પાણીપૂરી, મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવિચ, વિદ્યાપીઠ પાસેના થેપલા, ગુજરાતના દાળવડા, ફરકીના ફાલૂદા, પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી, વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન, યુનિવર્સિટીના ઢોસા, બાપુનગરના ગોંડલના ગાઠિયા, દિનેશના ભજિયા, સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ, જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ, રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ, શંકરનો આઇસ્ક્રીમ, મણિનગરના ટામેટાના ભજિયા, વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોરાફળી, વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ, કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક, મરચી પોળનું ચવાણું, દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા, જુના શેર-બજારનું ચવાણું, ઝવેરીવાડના ચોકલેટ પિઝા, સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ, સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ, હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ, પાંચ કૂવાની ફૂલવડી, લક્ષ્મી બેકરીની પેટિસ, શ્રી રામના ખમણ, ઓનેસ્ટના ભાજી-પાંવ, મોતી બેકરીની નાનખટાઇ, ચંદ્ર વિલાસના ફાફડા જલેબી, સૌરાષ્ટ્રના ફાફડા,ઋતુરાજના મસ્કાબન-ચા, ચાંગોદરના ભઠ્ઠીના ભજિયા, સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી, ઢબગરવાડની કચોરી, અલંકારના સમોસા, મિરઝાપુરમાં ફેમસના કબાબ, રાયપુરના શ્રી રામના ખમણ, એનઆઇડી પાસે માસીની ઓમ્લેટ, બહેમરામપુરાના વિજયના દાલવડા, ખોખરાના ઇડલી ચાર રસ્તાની ઇડલી, નરોડાના ગેલેક્સી થિયેટરના ખોડિયારના ભજિયા, હરિન પાઠકના બંગલાની પાસે લિજ્જતના ખમણ, બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચાની ચિપ્સના ભજિયા અને કુંભાણિયા (મરચાની મમરીના ભજિયા), લા ગજ્જરની સામે દેવાર્શના પરોઠા, લકીની બાજુમાં શશીનુ ચવાણું, વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા, ઝવેરીવાડના જૈન ફરસાણના ભાખરવડી અને કેળાવડા, જનતાનો કોકો, ઝવેરીવાડની દાળિયાની ચટણી, બાલા હનુમાન ગાંધી રોડના રગડા-સમાસા, રામ વિજયના ફાફડા-જલેબી, ભૂતની આંબલીના ફાંફડા, ઇન્દુબેન ખાખરાવાડાના ચણાચોર ખાખરા અને ઢોસાના ખાખરા, એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ, ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ, રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ, અંકુરના આણંદ દાલવડા, ઝવેરીવાડના મારવાડીના પાપડના ગુલ્લા, મેન્ટલ હોસ્પિટલ સામેના છોલે ભટુરે, કુબેરનગરના પકોડા, મખ્ખન મગ-દાળ, કેવલની કચોરી, મસ્તાનાની ગોલાડીશ

રાજકોટ :રાજકોટ: મયૂર ભજિયા, મનહરના સમોસા-ભજિયા, ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા, જય અંબે, ખેતલા આપા અને મોમાઈની ચા, રામ ઔર શ્યામના ગોલા, સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી, ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ, કરણપરાના બ્રેડ કટકા, એરપોર્ટ ફાટક પાસેના ઢોસા, જોકરના ગાંઠિયા, સુર્યકાંતના થેપલા-ચા, જય સિયારામના પેંડા, રસિકભાઈનો ચેવડો, જલારામની ચિકી, ગોરધનભાઈનો ચેવડો, આઝાદના ગોલા, બાલાજીની સેન્ડવીચ, અનામના ઘુઘરા, ઇશ્વરના ઘુઘરા, રાજુના ભાજી પાંવ, મગનલાલનો આઇસ્ક્રીમ, સોનાલીના ભાજી પાંવ, સાધનાની ભેળ, નઝમીનું સરબત, રાજમંદિરની લસ્સી, ભગતના પેંડા, શ્રી રામની ચટણી, મીલપરાનું અમદાવાદી ખમણ, પટેલના ભાજી પાંવ, સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ, રઘુવંશીના વડાપાંવ, બજરંગની સોડા, ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા,કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા, નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા, કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા, સંતકબીર રોડની રાંદલના ભાજી પાંવ, મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા,ઠક્કરના ખમણ

સુરત :રમેશનો સાલમપાકકિશોરનો આઇસ્ક્રીમ, જાનીનો લોચો, લાલ દરવાજાનો ગોપાલનો લોચો, ગાંડાકાકાના ફાફડા, વરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ,અઠવા લાઈનના કાકીના ભાજી પાંવ, ચોપાટી પાસે મહેશનો પુલાવ, વેડ દરવાજા પાસે પટેલની તવા સબ્જી, અંબાજી રોડ પર સુરતીના ખમણ,લાલગેટ પાસે મજદાની નાનખટ્ટાઈ, ભાગર વિસ્તારમાં રામજી દામોદરનું ભુસ્સુખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા, લીમડા ચોકમાં ચેવલીના ભજિયા, ઝાંપાબજાર પાસે આદર્શની ચા, દાળિયા શેરીની નરેશની ભેળ, બેગમપુરામાં મઢીની ખમણી,સલાબતપુરામાં સેન્ડીકેટના સમોસા, મોટા વરાછામાં કુંભણિયા ભજીયા, ટેક્સટાઇલ માર્કેલ પાસે પહેલવાનાના ચોલે ભટુરે, ભાગર વિસ્તારમાં મોટી હરજીની જલેબી, ઉધના મગદલ્લાનો હજુરીનો સોસિયો,વરાછા રોડ પરના મયૂરના ભજિયા, ગજેરા સર્કલ પાસે જલારામનો લોચો, દિલીપના વડાપાંવ, રાજાની લસ્સી, ગોપાલનો લોચો, સબજેલના ભજીયા, વી એસના મસાલા ડોસા,

વડોદરા :દુલીરામના પેંડા, મહાકાળીનું સેવઉસલ, પારસનું પાન, ભાઇભાઇની દાબૅલી, શ્રીજીના વડાપાંવ, એમજી રોડ પર લાલાકાકાના ભજિયા, મંગળબજારમાં પ્યારેલાલની કચોરી, ન્યાયમંદિર પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમ, રાજમહેલ રોડ પર રાજુના ખમણ, અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચ, કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા, જગદિશનો ચેવડો, ટેસ્ટીના વડાપાંવ, ફતેહરાજના પૌવા, વિનાયકનો પુલાવ, લાલાકાકાના ભજિયાનાળિયેર પાણીની સિંગ, ખાઉધરા ગલી પાસે ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા, દયાલની રગડા પેટીસ,પ્યારેલાલની કચોરી,જગદંબાનો ચેવડો, લારીલપ્પાની લસ્સી, ગાયત્રીના નાયલોન ખમણ, બાબુભાઈના ખમણ, કાકાનું ભુસુ, પદમાવતી શોપીંગ સેન્ટર પાસે ગુરુદેવના પેપર સમોસા,

જામનગર :એચ.જે.વ્યાસનો શીખંડ, વલ્લભભાઈના પેંડા, જનતા ફાટકના વણેલા ગાંઠિયા, જગદિશનો ફાલુદો, ગીતાનો આઇસ્ક્રીમ, જવાહરના પાન, દિલિપના ઘુઘરા, ઉમિયાના ભજિયાતળાવની પાળે લખુભાઈનો રગડો, ગીજુભાઈની ભેળપૂરી, બજરંગનું પાન, કિશોરનો રસ, જૈન વિજયની ડ્રાયફ્રુટ કચોરી, ચાંદીબજાર રાજનો ફાલુદો, ગીગાભાઈની ભેળ અને ગાંઠીયા, હવાઈચોકમાં બાબુ તથા માસ્તરના પાન, બેડીગેટ લક્ષ્મીના ગાંઠિયા અને પુરીશાક, પાગાની સોડા, બેડીગેટ મિલનની પાઉભાજી, પટેલ કોલોની મનમોજીના ગોલા, ગોકુલનગર આશાપુરાની ચા, જ્યોતિ અને શિવમની ચા, દિગ્વિજય પ્લોટ રામેશ્વરની ભેલ, એસ.ટી. ડેપો પ્રભા મહારાજના ગાંઠિયા, પવનચક્કી રજવાડીના ભજિયા,બેડીગેટ મયુરીના ભજીયા, તળાવની પાળે લખુભાઈનો રગડો

ભાવનગર :ભગવતીનું સેવ-ઉસળ, દાસના પેંડા અને મરીવાળા ગાંઠિયા, ચારભાઈનું જ્યૂસ, ખત્રીના નાયલોન ગાંઠિયા, ગાંધીસ્મૃતિ ટાવર પાસે પેસ્ટ્રીપાન અને કચરિયું, અમૃતપૂરીના પેંડા, ડોન સર્કલ પાસે કિશનની સોડા, અનુપમની સોડા, હરિભાઈના ખમણ, જીવનભાઇના ગાંઠિયા, દવે દાદાનું ઉંધીયું, ઘોઘાગેટના દાલ પકવાન, હિમાલયનો આઇસ્ક્રીમ, દિલબહારનો આઇસ્ક્રીમ, પાલવની પાંવ ભાજી હાઇકોર્ટ રોડ પરના ચણામણ અને ભૂંગળા બટેટા, કાળુની સેન્ડવીચ, જીતુભાઈની દાલપૂરી અને રામ ઔર શ્યામના ગોલા

આણંદ :રેલવે સ્ટેશનની દાબેલી, પાંડુના દાલ વડા, યોગેશના ખમણ, સાસુજીનો હાંડવો,. વી. રોડ પર નાયલોનની પાઉભાજી, સુખડિયાનું ચવાણું, જનતા ચોકડી મસ્તાનાની દાબેલી, બોમ્બેના વડાપાંવ, વી.વી.નગરના મહારાજના સમોસા , અંકિતના બર્ગર, વી.વી નગરમાં સહજાનંદના સમોસા , યોગેશના ખમણ, આત્માનંદના ઢોસા, સત્યનારાયણનો કોકો, ગાયત્રીના પાણી પોચાં ખમણ, જનતા ચોકડીની ખારી શિંગ, જનતા ચોકડીની કસ્તુરી, મઝદાના પફ, ઠકકરની સેવખમણી

પાલનપુર:માધવીના પેંડા અને બદામ શેક, ઢાળવાસની કચોરી, શક્તિનું ખમણ અને પાતરા, રાજુનો ગોળો, મણિલાલની પાણીપુરી, ભોગીલાલના સમોસા, જય અંબેની જલેબી અને લસ્સી, ભોલેનાથની પાઉભાજી, રાજુભાઇના ઘુઘરા, સિટીલાઇટના કઢી-સમોસા, મુકેશની ચોળાફળી

ગાંધીનગર :  મયુરના ભજિયા , ગાંઠીયારથના ગાંઠિયા, મહાલક્ષ્મીના ખમણ, મહારાજના દાળવડા, ભાભીના ભજિયા, બટુકના ગોટા, મોરલીના ઢોંસા, પુજાના ઢોકળા, સેંધાના ગોટા, અક્ષરધામની ખીચડી, લક્ષ્મી બેકરીના પફ અને પેટિસ અને નાનખટ્ટાઈ, વૈષ્ણોદેવી પાસે શિવશક્તિની દાલ-બાટી

સુરેન્દ્રનગર:  ભાભીના ભજીયા, રાજેશના સમોસા, જગદંબના પરોઠા, ઉકાનું પૂરી-શાક, સિકંદરની સિંગ,જલારામના વાળા-પાંવ, નોવેલ્ટીના પરોઠા -શાક, પેરામાઉન્ટનો આઇસ્ક્રીમ, ચેતનાની દાબેલી, દાળમિલમાં સાગરની ખસતા કચોરી, એસ્ટ્રોનનું પાન, કિસ્મતની સોડા, સૂર્યાના ભાજી પાંવ, ગોકુલનું સીઝલર, ગોપાલના મસાલા પાંવ

અમરેલી : જયહિન્દના ગોટા, ટાવર પાસે ગોપાલની જામેલ લસ્સી, હિરાભાઈના દૂધના પેંડા અને નાના બસસ્ટેન્ડની ચા, ભગતનું ઉંધીયુ શિતલનુ કોલ્ડપાન

જુનાગઢ :મોર્ડનની લસ્સી, બાપુના ભજિયા, સાગરના બટર પફ, જનતાની ભેળ, ચામુંડાની મેંગો લસ્સી, હરિઓમના થાબડી-પેંડા, કાળવા ચોકની બાસુંદી, મહારાજના ભજિયા

ભૂજ :બાસૂદી ગોળા, રજવાડી ગોળા, આઇસ્ક્રીમ ગોળા, વાણિયાવાડ ખાવડાના સાટા, પકવાન અને ગુલાબપાક, ગોવિંદજીના પેંડા,મધુની ભેળ, ધીરૂભાઈની રોટી, શંકરના વડાપાંવ

મહેસાણા:  સહયોગના પેંડા, મુરલીના વડા પાંવ, પટેલની ખમણી, સ્ટેશનની ચા, રામપુરા ચોકડીની દાબેલી, ક્રિષ્નાની દાબેલી

બારડોલી :જલારામના પાંતરા, જલારામના ખમણ, જલારામની ખીચડી, મહારાણાના દાણા-ચણા, ભરકાદેવીનું આઈસ્ક્રીમ,જેઠાની પાંવભાજી, દાસકાકાની મિઠાઈ, તુલસીની ખિચડી

પાટણ :  નવરંગનો ગોળો, ભગવતીનું ચવાણું

વલસાડ :રાજારાણીના વડાપાંવ, બનારસની ભેળપૂરી, જલારામાના ખમણ, દ્વારકાના ભાજી પાંવ, ડૂગરીનું ઉબાડીયુ

વેરાવળ :કાકાની સેન્ડવીચ, રાજેન્દ્રની સોડા

નવસારી :  વિકાસના સમોસા, મામાની પેટીસ, ચીખલીના જલારામના ખમણ

ઊંઝા :કાકાના ગોટા, -વનના સમોસા, સુરતીના પેંડા, ઉમિયાના ભાજી-પાંવ

જેતપુર :વજુગીરીના ભજિયા, દિપકની દાબેલી, નાથબાપાના લસણિયા સેવ મમરા, ભગતના પેંડા

દાહોદા :બાદશાહ કૂલ્ફી

ગોધરાઃ પેટ્રોલ પંપના ભજિયા, ગાયત્રીની લસ્સી, શંકરની ભાજી-પાવ, ગોપાલનો ગોટો

બોટાદ :જેરામભાઈનો ચેવડો

મોરબી‍‍ :પકાના ભૂંગરા બટાટા, કાનાની દાબેલી, ભારતની પાણી પુરી, મયુરના ભજિયા,ચક્કાના બ્રેડ બટાટા, જૈનના ખમણ, કડક ભગતના રોટલા, ભવાનીના ગોલા

ધારી:કનૈયા ડેરીનો શીખંડ

મહુવા:વરિયાળીનું સરબત

નડિયાદ:સિંધી બજારનું ગળિયું ચવાણું, વસોગામના પત્તરવેલિયા


અમદવાદના મસ્કાબન, કટિંગ ચા, મકરસંક્રાતિ

સુરતનું જમણ, ઘારી, સુરતણફેણી, ખમણ ઢોકળા, ઉઘીયું અને લોચો

રાજકોટ નીચીકી, પેંડા, બ્રેડ કટકા અને રંગીલી પ્રજા

વડોદરાનોલીલો ચેવડો, ભાખરવડી અને નવરાત્રિ

જામનગરની બાંધણી, કચોરી, તાળા, આંજણ અને પાન

કચ્છની દાબેલી, ગુલાબપાક, કળા કાળિગીરી અને ખુમારી

મોરબીના તળીયા (ટાઇલ્સ), નળિયા અને ઘડીયાલ

ભરુચનીખારી શિંગ 

સુરેન્દ્રનગરના સેવમમરા, કચીરીયું અને શીંગ

ભાવનગરના ગાંડા, ગટર, ગાંઠિયા અને ફૂલવડી

પાલનપુરનું અત્તર, પેંડા, ખાખરા અને હીરાના વેપારી

સોરઠનોસાવજ, કેસર કેરી અને અડીખમ ગિરનાર

પાટણની રેવડી, દેવડા અને પટોળા

પોરબંદરની ખાજલી, ગોટી સોડા અને માફિયા

નવસારીની નાનખટાઇ

ખંભાતનું હલવાસન

ડાંગનોચોખ્ખાનો રોટલો, નાગલી, વાંસનું શાક અને ડાંગ દરબાર

વલસાડનાચીકુ અને હાફૂસ

ડાકોરનાગોટા અને સકરિયા અને મલાઇ મારેલું દૂધ

પંચમહાલની તાડી અને મહુડો
https://mail.google.com/mail/images/cleardot.gif